/connect-gujarat/media/post_banners/e25cb9d6a12ba8ece11ae06c7c2cb3f37306d3c8859c99c7ca4369e9de23e634.webp)
જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓમાં જીવજંતુ નીકળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે, અને ગઈકાલે 2 પેઢી સામે કાર્યવાહી કરાયા બાદ આજે યુ.એસ. પિઝા નામના રેસ્ટોરન્ટમાં પણ વંદો નીકળ્યો હોવાની ફરિયાદ મળતાં મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ છે. જોકે, કોઈ સેમ્પલો લેવાયા નથી. પરંતુ હાઈજેનિક કન્ડિશન રાખવાના ભાગરૂપે રેસ્ટોરન્ટને 5 દિવસ માટે સીલ કરાયું છે.
જામનગર મહાનગરપાલિકામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નિવૃત્ત એક્સ આર્મીમેન પોતાના પરિવાર સાથે જામનગરના યુ.એસ. પીઝામાં પીઝા ખાવા માટે ગયા હતા, જે દરમિયાન પીઝામાંથી વંદો મળી આવ્યાની તેઓ દ્વારા ફરિયાદ કરાય હતી. આ દરમિયાન મહાનગરપાલિકાની ફુડ શાખાને જાણ થવાથી ફૂડ શાખાની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને નિરીક્ષણ કર્યું હતું. જોકે, કોઈ સેમ્પલો લેવાયા નથી. પરંતુ રેસ્ટોરન્ટને હાઈજેનિક કન્ડિશનમાં રાખવાના ભાગરૂપે કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા, અને 5 દિવસ માટે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે.