/connect-gujarat/media/post_banners/04cde82c3bf494b7a78f01163f8a9524dd0e4bac75d6f2b8185ba0d464eb645b.webp)
જામનગરમાં ગુરુનાનક જયંતિની ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે શહેરના મુખ્યમાર્ગો પર શીખ સમાજ દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શીખ સમાજના ભાઈઓ-બહેનો જોડાયા હતા.
જામનગરમાં ગુરુનાનક દેવજીની 553મી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે જામનગર ગુરુદ્વારા દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે શહેરના ગુરુદ્વારાથી પ્રારંભ થઈ લાલ બંગલા સર્કલ થઈ શહેરના મુખ્યમાર્ગ પર ફરી હતી. પરત ગુરુદ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રભાતફેરીમાં શહેરના શીખ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભજન કીર્તન ગાતા મુખ્ય માર્ગો પર પ્રભાતફેરી નીકળી હતી. તેમજ ગુરુનાનક જયંતિ સુધી શીખ સમાજ દ્વારા ગુરુદ્વારા ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.