જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની 8 કરોડની મિલકતો જામનગર પોલીસ દ્વારા ટાંચમાં લેવામાં આવતા ભુમાફિયાઓમા ફફડાટ ફેલાય ગયો હતો
જામનગર શહેર અને જીલ્લામાં ક્રાઇમ સિન્ડિકેટ ચલાવતા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ જ્યેશ પટેલ હાલ બોગસ પાસપોર્ટના ગુનામાં યુકે જેલમાં છે, જ્યારે તેના સાગરીતો રાજ્ય ની અલગ અલગ જેલમાં છે તો અમુક ફરાર છે, ત્યારે જામનગર પોલીસ વિભાગ દ્વારા પુરાવાઓ એકત્ર કરીને જયેશ પટેલ દ્વારા ખંડણી તરીકે લેવામાં આવેલ પ્લોટો સહિતની મિલકતનું એક લિસ્ટ તૈયાર કરીને તેને ટાંચમાં લેવા માટે ગૃહ વિભાગ પાસે મંજૂરી માંગવામાં આવી હતી તે મંજૂરી આવી જતાં જામનગર શહેરમાં જયેશ પટેલ અને તેના સાગરીતોને નામે કરેલ 8 કરોડની અલગ અલગ મિલકત ટાંચમાં લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરાય છે