જામનગર :  બ્રાસ ઉદ્યોગ આધુનિક ટેકનોલોજીના સથવારે ‘ગ્લોબલ હબ’ તરીકે ઉભર્યો, બ્રાસ પાર્ટ્સ વિશ્વભરમાં થઈ રહ્યા છે નિકાસ

જામનગર આજે ભારતીય સંરક્ષણ અને રેલવે ક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે. અહીંના 8000થી વધુ એકમોમાં તૈયાર થતા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના બ્રાસ પાર્ટ્સ હવે વિશ્વભરમાં નિકાસ થઈ રહ્યા છે.

New Update
  • જામનગરની ઓળખ બન્યો બ્રાસ ઉદ્યોગ

  • ટેકનોલોજીના સથવારે ગ્લોબલ હબ’ તરીકે ઉભર્યો

  • 8000થી વધુ એકમોમાં તૈયાર થયા છે બ્રાસ પાર્ટ્સ

  • બ્રાસ પાર્ટ્સ વિશ્વભરમાં થઈ રહ્યા છે નિકાસ

  • સરકારી પ્રોત્સાહને લઘુ ઉદ્યોગોને નવી ઉંચાઈ બક્ષી  

જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે દેશની સરહદોથી લઈને રેલવેના પાટા સુધી પોતાની ધાક જમાવી રહ્યો છે. આશરે 3 લાખ પરિવારોની આજીવિકાનો આધાર બનેલો આ ઉદ્યોગ હવે આધુનિક ટેકનોલોજીના સથવારે ગ્લોબલ હબ’ તરીકે ઉભર્યો છે.

બ્રાસ સિટી’ જામનગર આજે ભારતીય સંરક્ષણ અને રેલવે ક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે. અહીંના 8000થી વધુ એકમોમાં તૈયાર થતા આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના બ્રાસ પાર્ટ્સ હવે વિશ્વભરમાં નિકાસ થઈ રહ્યા છે. આધુનિક મશીનરી અને સરકારી પ્રોત્સાહને સ્થાનિક લઘુ ઉદ્યોગોને નવી ઉંચાઈ બક્ષી છે.

સરકારના ક્લસ્ટર મોડેલ અને અત્યાધુનિક ટેસ્ટિંગ લેબ જેવી સુવિધાઓથી ઉત્પાદન ક્ષમતામાં ક્રાંતિ આવી છે. નવા બજેટમાં કાચો માલ સસ્તો થતા અને આયાતના નિયમો સરળ બનતા ઉદ્યોગકારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રબળ આર્થિક નીતિઓના ટેકાથી હવે નાના એકમો પણ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બન્યા છે.

જામનગર આજે વોકલ ફોર લોકલના મંત્રનું જીવંત ઉદાહરણ છે. હાઈ-પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસેલું આ શહેર સાબિત કરે છે કે સ્થાનિક સામર્થ્ય જ રાષ્ટ્રીય વિકાસનો સાચો પાયો છે. સરકારી સહયોગ અને ઉદ્યોગકારોની અથાક મહેનતનો આ સંગમ જામનગરને સુવર્ણ યુગ તરફ દોરી રહ્યો છે.     

Latest Stories