જામનગર : ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ સામાન્ય સભા મળી

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ સામાન્ય સભા મળી, ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સત્રની પ્રથમ સામાન્ય સભાનું આયોજન.

જામનગર : ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ સામાન્ય સભા મળી
New Update

જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉર્જા મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રી સૌરભ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સત્રની પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં મંત્રીએ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી આગળ વધવા અને નવા ઉદ્યોગોની સાહસિકતા માટેની ધગશ ધરાવતા લોકોને આગળ વધવા આહવાન કર્યું હતું.

જામનગરના પ્રભારી મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, જામનગરમાં બ્રાસ ઇન્ડસ્ટ્રીઝનો બહોળો વિકાસ થયો છે, ત્યારે સરકાર દ્વારા જામનગરના નાના ઉદ્યોગકારોને પણ આગળ આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ તકે, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ અને પાસ પ્રમુખઓએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. કોરોના કાળમાં પણ જામનગર ખાતેના ઉદ્યોગોને રાજ્ય સરકારનો સતત સહયોગ પ્રાપ્ત થયો તે બદલ પ્રભારી મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીના હસ્તે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સામયિકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ પશ્ચિમ ભારતની સૌથી જૂની ચેમ્બર ઓફ કોમર્સ છે. ભારતમાંથી નિકાસ થતા વિશ્વના વપરાશના 2.9 ટકા બ્રાસમાં 2.16 ટકા જેટલું બ્રાસ એકમાત્ર જામનગર નિકાસ કરે છે, ત્યારે જામનગરના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોનો પણ વિકાસ થાય તે માટે નવી GIDC અને નવનિર્મિત ઉદ્યોગોને અવિરત વિજ પુરવઠા માટેની ખાત્રી મંત્રીએ આપી હતી. આ સભામાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ, માનદમંત્રી, પાસ પ્રેસિડેન્ટ સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

#Jamnagar #general meeting #industries #Connect Gujarat News #Saurabh Patel #Chamber of Commerce #Minister of Energy
Here are a few more articles:
Read the Next Article