/connect-gujarat/media/post_banners/64de43569bdae84289956c0843d778c906e53615787c45aedcad6831f5a13e91.jpg)
જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્રનગરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં શહેરના ચિત્રકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે શહેરના લાખોટા તળાવ નજીક ચિત્રનગરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્રનગરી કાર્યક્રમમાં શહેરના 40થી વધુ ચિત્ર કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આઝાદી અમૃત મહોત્સવ, સ્વચ્છતા અભિયાન અને કોવિડ-19 સહિતના વિષયો પર ચિત્રો દોરવામાં આવ્યા હતા. જોકે, ચિત્રનગરી કાર્યક્રમ થકી જામનગર શહેર રંગબેરંગી રંગોમાં રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.