Connect Gujarat
ગુજરાત

જામનગર : અલિયાવાડા રેલ્વે સ્ટેશને બંધ કરાયેલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનને ફરી સ્ટોપેજ આપતા લોકોમાં ખુશી...

રાજકોટ મંડલ રેલ પ્રબંધક દ્વારા જામનગરના અલિયાવાડા ગામની લાંબા અંતરની ટ્રેન ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો સ્ટોપ કોરોના કાળમાં બંધ કરવામાં આવ્યો હતો

જામનગર : અલિયાવાડા રેલ્વે સ્ટેશને બંધ કરાયેલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનને ફરી સ્ટોપેજ આપતા લોકોમાં ખુશી...
X

મંડલ રેલ પ્રબંધક રાજકોટ વિભાગ દ્વારા કોરોના કાળમાં બંધ કરાયેલ જામનગરના અલિયાવાડા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ પૂનમ માડમના પ્રયાસોથી સૌરાષ્ટ્ર મેલ ટ્રેનને ફરી સ્ટોપેજ અપાતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

રાજકોટ મંડલ રેલ પ્રબંધક દ્વારા જામનગરના અલિયાવાડા ગામની લાંબા અંતરની ટ્રેન ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો સ્ટોપ કોરોના કાળમાં બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે અલિયાવાડા અને આજુબાજુના ગામ લોકોની માંગણીને લઈને સાંસદ પૂનમ માડમે રેલ્વે વિભાગમાં કરેલી રજૂઆતને અંતે સફળતા મળી હતી, જે બાદ આ ટ્રેનનો સ્ટોપેજ ફરી શરૂ થયો હતો. સાંસદ પૂનમ માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ મઈબેન ગલચર, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા, રાજકોટ મંડલના ડી.આર.એમ. અશ્વિની કુમાર સહિતના આગેવાનો દ્વારા ટ્રેનને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

Next Story