Connect Gujarat
ગુજરાત

જામનગર : દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલા તમામ દિવડાઓની ભારત-તિબેટ સંઘ મહિલા વિભાગે કરી ખરીદી...

ભારત-તિબેટ સંઘ મહિલા વિભાગ-જામનગરની અનોખી પહેલ, ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ બાળકોએ તૈયાર કર્યા દિવડા

X

પ્રકાશના પર્વ દિવાળી પૂર્વે ભારત-તિબેટ સંઘ મહિલા વિભાગ જામનગર દ્વારા ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવડાઓની ખરીદી કરવામાં આવી હતી.

જામનગરમાં ઓમ ટ્રેનીંગ સેન્ટરના દિવ્યાંગ બાળકો દ્વારા આગામી દિવાળી પર્વ પર 40 હજાર જેટલા માટીના દિવડાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારત-તિબેટ સંઘના મહિલા વિભાગના બહેનો દ્વારા આ દિવડાઓની સામૂહિક ખરીદી કરી, દિવ્યાંગ બાળકોને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો હતો. ભારત-તિબેટ સંઘ મહિલા વિભાગના પ્રદેશ સચિવ ડીમ્પલ રાવલ તેમજ જામનગર જિલ્લા મહિલા વિભાગના પાયલ શર્મા, રીટા ઝિંઝુવાડીયા, મોસમી કનખરા, પૂર્ણિમા નંદા તેમજ ધારા પુરોહિત સહિત મોટી સંખ્યામાં ભારત-તિબેટ સંઘના મહિલા વિભાગના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઓમ ટ્રેનિંગ સેન્ટરના ડિમ્પલ મહેતા દ્વારા ભારત-તિબેટ સંઘ દ્વારા દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવાના પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Next Story