જામનગર : જામસાહેબ શત્રુશૈલ્યસિંહે પોસ્ટલ બેલેટથી ઘર આંગણે જ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ...

વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે જામનગરના જામ સાહેબ નામદાર મહારાજા શત્રુશલ્યસિંહે તેઓના મતાઅધિકારનો ઉપયોગ કર્યો હતો.

જામનગર : જામસાહેબ શત્રુશૈલ્યસિંહે પોસ્ટલ બેલેટથી ઘર આંગણે જ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ...
New Update

અગામી વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે જામનગરના જામ સાહેબ નામદાર મહારાજા શત્રુશલ્યસિંહે તેઓના મતાઅધિકારનો ઉપયોગ કર્યો હતો. નિર્દિષ્ટ મતદારો માટે ઘર આંગણે જ મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્રને જામસાહેબે અભિનંદન પાઠવ્યા હતા.

"આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે, ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. આંખ બંધ કરી સગા-સંબંધી કે, નાત-જાત જોઈને નહીં. પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ." આ શબ્દો છે, જામનગરના જામસાહેબ શત્રુશૈલ્યજીસિંહના કે, જેઓએ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા-2022ની ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા 2022ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડગ્રસ્ત લોકો માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે, ત્યારે જામસાહેબ શત્રુશૈલ્યસિંહે પણ ચૂંટણી અધિકારી-78 તથા પ્રાંત અધિકારી ડી.ડી.શાહ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.

#Gujarat #Connect Gujarat #vote #postal ballot #Jamnagar #Jamsaheb #Shatrushailya Singh #doorstep #bbeyondjustnews
Here are a few more articles:
Read the Next Article