Connect Gujarat
ગુજરાત

જામનગર : ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 ઓનલાઈન સર્વેમાં ભાગ લેવા શહેરીજનોને JMCની અપીલ...

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા દેશભરમાં જામનગર સહિત 266 શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 અંતર્ગત ઓનલાઈન સર્વે ચાલી રહ્યો છે,

X

દેશભરમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 અંતર્ગત ઓનલાઈન સર્વેની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે જામનગરને નંબર વન બનાવવા માટે સર્વેમાં ભાગ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા દેશભરમાં જામનગર સહિત 266 શહેરોમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેકસ-2022 અંતર્ગત ઓનલાઈન સર્વે ચાલી રહ્યો છે, જેમાં નગરજનોએ ઓનલાઈન ફિડબેક આપવાનું હોય છે, ત્યારે જામનગરમાં અત્યારસુધીમાં અંદાજે 5 હજાર 200 જેટલા નગરજનોએ ફિડબેક આપ્યું છે, તેમજ વધુ લોકો જોડાય જેથી સર્વેના માધ્યમથી જામનગરને નંબર વન બનાવવા મહાનગરપાલિકાના મેયર બિના કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડેપ્યુટી મેયર તપન પરમાર, દંડક કુસુમ પંડ્યા, કમિશનર વિજયકુમાર ખરાડી, ડીએમસી ભાવેશ જાની સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ નગરજનોને અનુરોધ કર્યો હતો.

મેયર બિના કોઠારી જણાવ્યુ હતું કે, જામનગર શહેરનો ડેટાબેઝ સરકારમાં મોકલી આપ્યો છે. હવે શહેરીજનો પણ પોતાના મંતવ્યો વધુમાં વધુ પ્રમાણમાં ઓનલાઈન ફિડબેક દ્વારા મોકલી આપે, જેથી જામનગર શહેરનો સ્માર્ટ સિટી યોજનામાં સમાવેશ થાય. જામનગર શહેરને વિકાસ માટે રૂપિયા 1 હજાર કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળી શકે તે માટે JMC દ્વારા શહેરીજનોને આ સર્વેમાં જોડાવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Next Story