જામનગર: લાલપુરને મળ્યો લાંબા અંતરની ટ્રેનનો સ્ટોપેજ,સાંસદ પુનમ માડમે કરી હતી રજૂઆત

ભારતીય રેલવે દ્વારા કોરોનાકાળમાં લાંબા અંતરની ઘણી ટ્રેનના સ્ટોપ બંધ કરી દેવામાં આવ્યા હતા

New Update
જામનગર: લાલપુરને મળ્યો લાંબા અંતરની ટ્રેનનો સ્ટોપેજ,સાંસદ પુનમ માડમે કરી હતી રજૂઆત

ભારતીય રેલવે દ્વારા કોરોનાકાળમાં લાંબા અંતરની ઘણી ટ્રેનના સ્ટોપ બંધ કરી દેવામાં આવ્યા હતા જેમાં જામનગરના લાલપુર સ્ટેશન પર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનો સ્ટોપ પણ બધ કરાયો હતો જે સાંસદ પૂનમ માડમના પ્રયાસોથી ફરી શરૂ કરવામાં આવ્યો છે

જામનગરના લાલપુર સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનનો સ્ટોપ જે કોરોનામાં બંધ કરી દેવામાં આવ્યો હતો તે દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ પૂનમ માડમની રજુઆતો બાદ ગઈકાલે શરૂ કરી દેવામાં આવ્યો છે.લાલપુર સ્ટેશન ઉપર ગત મોડી રાત્રે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન લાંબા સમય બાદ ઉભી રહી હતી ત્યારબાદ સાંસદ પૂનમ માડમ ભાવનગર મંડળના ડી.આર.એમ. રવીશ કુમાર અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા સહિતના આગેવાનો દ્વારા લીલીઝડી આપી રવાના કરવામાં આવી હતી.

Latest Stories