Connect Gujarat
ગુજરાત

જામનગર : હાપા રેલ્વે સ્ટેશનથી 2 ટ્રેનના LHB રેકનો સાંસદ પૂનમ માડમના હસ્તે શુભારંભ કરાયો...

હાપા રેલ્વે સ્ટેશન પરથી સાંસદ પૂનમ માડમે લીલી ઝંડી બતાવી હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનોમાં LHB રેકનો શુભારંભ કરાવ્યો

X

જામનગરના હાપા રેલ્વે સ્ટેશન પરથી સાંસદ પૂનમ માડમે લીલી ઝંડી બતાવી હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનોમાં LHB રેકનો શુભારંભ કરાવ્યો હતો. જામનગરના સાંસદ પૂનમ માડમે હાપા સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં ટ્રેન નં. 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી નવા રૂપાંતરિત LHB રેકનો શુભારંભ કરાવ્યો હતો. હવેથી ટ્રેન નંબર 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનો પરંપરાગત રેકની જગ્યાએ નવા રૂપાંતરિત LHB રેક સાથે દોડશે.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારે સૌને આવકાર્યા હતા, અને સાંસદ પૂનમ માડમનો રેલ્વે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમ માડમે જણાવ્યું હતું કે, હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનોમાં LHB રેકની સુવિધા મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું. આ સમારોહમાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, રાજકોટ ડિવિઝનના ADRM ગોવિંદ પ્રસાદ સૈની, રેલ્વેના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story