જામનગરની નવાનગર નેચર ક્લબ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વાઇલ્ડ લાઈફ ફોટો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિજેતાઓ તેમજ સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણની પ્રવૃતિ કરતાં મહાનુભાવોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ હૉલ ખાતે પર્યાવરણ પ્રેમી સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વાઇલ્ડ લાઈફ ફોટો કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં સમગ્ર ભારતભરમાંથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફ્સની 500 જેટલી એન્ટ્રી આવી હતી.જેમાંથી 100 જેટલા સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફ્સનું શહેરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે બે દિવસ માટે ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બર્ડ ફોટોગ્રાફી અને અધર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી તેમ બે વિભાગના વિજેતા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત ઇનામો અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ પ્રવૃતિઓ કરતાં મહાનુભાવોને ગ્રીન એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા તથા શહેરના બાળકોમાં પર્યાવરણ અને વાઇલ્ડ લાઈફ અંગે જાગૃતિ આવે તેવા હેતુથી મોબાઈલ ફોટોગ્રાફી જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું