Connect Gujarat
ગુજરાત

જામનગર : હવે, રાજકોટ-જામનગર વચ્ચે પણ દોડશે "ઇલેક્ટ્રીક બસ", ચાર્જિંગ સ્ટેશન ઊભું કરાયું...

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર દ્વારા જામનગર અને રાજકોટ વચ્ચે 10 જેટલી ઇલેક્ટ્રીક ST બસની શરૂઆત કરવામાં આવી છે.

X

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર દ્વારા જામનગર અને રાજકોટ વચ્ચે 10 જેટલી ઇલેક્ટ્રીક ST બસની શરૂઆત કરવામાં આવી છે. જે માટે જામનગર ST વિભાગમાં પણ ચાર્જિંગ સ્ટેશન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર દ્વારા જામનગર અને રાજકોટ વચ્ચે ઇલેક્ટ્રીક બસની શરૂઆત કરવામાં આવી છે. જામનગર વિભાગીય નિયામકના જણાવ્યા પ્રમાણે ઈલેકટ્રિક બસોનું રાજકોટથી ઓપરેટિંગ થશે. હાલ જામનગર અને રાજકોટ વચ્ચે 10 જેટલી ઇલેક્ટ્રીક બસની શરૂઆત કરવામાં આવી છે. જે માટે જામનગર વિભાગીય નિયામકની કચેરી ખાતે એક ચાર્જિંગ સ્ટેશનની શરૂઆત કરાય છે. આ બસો વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે સાડા 6 વાગ્યા સુધીમાં જામનગર-રાજકોટ વચ્ચે 15 ટ્રીપો કરશે, અને દોઢ કલાકના અંતરે દોડતી રહેશે. તેમજ આ બસનું ભાડું 126 રૂપિયા રાખવામાં આવ્યું છે. ઉપરાંત ઇલેક્ટ્રીક બસમાં CCTV કેમેરા, ઈલેકટ્રિક ડોર, AC સહિતની વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે, અને તે રૂટમાં મર્યાદિત સ્ટોપ આપેલા છે, જેથી લિમિટેડ પેસેંજર હોય અને યાત્રી ઝડપથી પોતાના સ્થાને પહોંચી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story