જામનગર : ચંદ્રયાન-3ના પાર્ટસનું મશીન તૈયાર કરાયું, 9 ટ્રકમાં છૂટું કરી હૈદરાબાદ મોકલાયું

ગુજરાત અને જામનગર માટે વધુ એક ગૌરવ પૂર્ણ ક્ષણનું સર્જન થયું છે. ભારતીય અંતરિક્ષ વિભાગ, ડીઆરડીઓ અને ઇસરોના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ચન્દ્રયાન-3ના પાયામાં ગુજરાત સાથેનો સંબંધ જોડાયો છે.

New Update
જામનગર : ચંદ્રયાન-3ના પાર્ટસનું મશીન તૈયાર કરાયું, 9 ટ્રકમાં છૂટું કરી હૈદરાબાદ મોકલાયું

ગુજરાત અને જામનગર માટે વધુ એક ગૌરવ પૂર્ણ ક્ષણનું સર્જન થયું છે. ભારતીય અંતરિક્ષ વિભાગ, ડીઆરડીઓ અને ઇસરોના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ચન્દ્રયાન-3ના પાયામાં ગુજરાત સાથેનો સંબંધ જોડાયો છે. ચન્દ્રયાનનું અવકાશયાન બનાવવા માટે જે પાર્ટસ તૈયાર કરવાનું મશીન ગુજરાતના જામનગરમાં તૈયાર થયું છે. જામનગરની ગીતા મશીન ટુલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં તૈયાર કરવામાં આવેલા મશીન ટુલ્સ દ્વારા ચન્દ્રયાન-3 અવકાશ યાનના પાર્ટસ બનશે અને જામનગરનું નામ કાયમ માટે અવકાશ અભિયાન સાથે જોડાઈ જશે. ગીતા ટુલ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલું મશીન જામનગરથી હૈદરાબાદ મોકલવામાં આવ્યું છે.

જામનગરની ગીતા ટુલ્સ કંપની દ્વારા અવકાશ સંશોધન સાંભળતી દેશની સર્વોચ્ચ સંસ્થા ડીઆરડીઓ સાથેના કરાર મુજબ ખાસ હેતુ માટેનું મશીન આશરે 90 ટન વજન ધરાવતું મશીન બનાવી એપ્રિલ મહિલામાં જામનગરથી 9 જેટલા ટ્રક મારફતે હૈદરાબાદ મોકલી દેવામાં આવ્યું છે. આ મશીનમાં વાપરવામાં આવેલું ધાતુ 9 ટકા જામનગરમાં તૈયાર કરાયું છે, જ્યારે 10 ટકા ધાતુ જર્મનીથી આયાત કરાયું છે. આ ઉપરાંત જામનગરની કંપની દ્વારા ભારત દેશની બ્રહ્મોશ મિસાઇલ માટેના પાર્ટસ માટેનું મશીન, નેવીની સબમરીન માટેના પાર્ટસનું મશીન, બોમ્બ તૈયાર કરવા હોય કે, ટેન્ક બનાવવા પાર્ટસના મશીન, પ્લેનના કેટલાક પાર્ટસ માટેનું મશીન વગેરે મશીનો ગીતા ટુલ્સ કંપની દ્વારા બનાવી સપ્લાય કરવામાં આવે છે. દેશના અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટમાં જામનરનું નામ ઉમેરાતા જામનગર શહેર અને ગુજરાત રાજ્યને અલગ ઓળખ મળી છે.

Latest Stories