/connect-gujarat/media/post_banners/dea7316ec83aaef1b05cde517b6f5730670956d5e9b8a35b79d48997d228f618.jpg)
હિન્દુ ધર્મમાં જે મહિનાનું અનેરું મહત્વ છે તેવા ભગવાન શિવને અતિપ્રિય શ્રાવણ માસની શરૂઆત આજથી થઈ છે ત્યારે છોટીકાશી જામનગરમાં અનેક શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
છોટીકાશીથી પ્રસિધ્ધ જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે ત્યારે આજથી શરૂ થતાં શ્રાવણ માસના પહેલા દિવસે અને પહેલા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી જામનગરના કાશીવિશ્વનાથ રોડ પર આવેલ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવ્યા હતા ત્યારે કાશીવિશ્વનાથ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
કાશીવિશ્વનાથ મંદિર જામનગરનું સૌથી પૌરાણિક મંદિર છે અને રાજ્યનું એક માત્ર એવું મંદિર છે જે ચાર દ્વાર ધરાવે છે અને ચારે દિશામાંથી ભગવાન શિવના દર્શન થાય છે.શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન શિવના દર્શન માટે આવે છે.