/connect-gujarat/media/post_banners/67d3ef18b905830ec8b1a070ab2328ca5c2aedca7f094379f7f061eac1e93c67.jpg)
જામનગરમાં કરાયું ભવ્ય લોકડાયરાનું આયોજન
મોટી સંખ્યામાં હનુમાનભકતો રહ્યા ઉપસ્થિત
અનેક સાંસદ સભ્યો પણ રહ્યા ઉપસ્થિત
રામધૂન, હનુમાન ચાલીસા અને ભજન રજુ કર્યા
જામનગરમાં શ્રી હનુમાન જયંતિ નિમિતે શ્રી હનુમાન જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હનુમાનભકતો ઉપસ્થિત રહ્યા હતા અને સંતવાણી લોકડાયરાની મોજ માણી હતી
શ્રી હનુમાન જન્મોત્સવ નિમિતે જામનગરના ગાંધીનગર શ્રી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં કલાકાર બ્રિજદાનભાઈ ગઢવી, નારાયણભાઇ ઠાકર, પૂજાબા ચૌહાણ, અને અલ્પાબેન ગઢવી દ્વારા પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત લોકો સમક્ષ રામધૂન, હનુમાન ચાલીસા અને ભજન સહિત રજૂ કર્યા હતા આ ઉપરાંત ધારાસભ્ય રિવાબા જાડેજા સામાન્ય મહિલાની જેમ મહિલાઓની સાથે જમીન પર બેસી ડાયરો સાંભળ્યો હતો, ખૂબ બહોળી સંખ્યામાં હનુમાન ભક્તો આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની મોજ માણી હતી, આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ભાજપ શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા સહિત શહેર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાની મોજ માણી હતી.