"સ્થાપના દિવસ" : જામનગરના 482માં વર્ષમાં પ્રવેશ બદલ મનપા દ્વારા ખાંભી પૂજન કરાયું
શ્રાવણ સુદ સાતમનો દિવસ એટલે જામનગરનો સ્થાપના દિવસ, જામનગરનો 482માં વર્ષમાં મંગળ પ્રવેશ બદલ કરાય ઉજવણી.
શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગરનો 481માં વર્ષમાંથી 482માં વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે, ત્યારે જામનગર મહાનગર પાલિકા દ્વારા જામનગર સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ખાંભી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ સુદ સાતમના દિવસે જામનગરનો 482મો સ્થાપના દિવસ છે, ત્યારે જામનગર મહાનાગર પાલિકા અને સમગ્ર શહેરીજનો જામનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરના દરબારગઢ ખાતે આવેલ દિલાવર સાયકલ સ્ટોર્સમાં વર્ષો પૂર્વે નવાનગરના રાજવીઓ દ્વારા નવાનગરની ખાંભી નાખી તેનું પૂજન-અર્ચન કરી નવાનગર સ્ટેટની સ્થાપના કરી હતી.
જામનગરના મેયર બિના કોઠારીના હસ્તે ખાંભી પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના રાજવી પરિવારની પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવ્યા હતા. સમગ્ર પૂજન વિધિ કાર્યક્રમમાં મેયર બિના કોઠારી, ડે. મેયર તપન પરમાર, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા અને દંડક કુસુમ પંડ્યા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર : બોરભાઠા બેટ ગામે જુગાર રમતા ચાર જુગારિયો ઝડપાયા
28 May 2022 11:23 AM GMTઅંકલેશ્વર : દહેજ અદાણીમાંથી નીકળતો ઓસ્ટ્રેલિયન કોલસાનો કૌભાંડનો...
28 May 2022 11:16 AM GMTસુરેન્દ્રનગર : લીંબડી ખાતે ખેલ મહાકુંભ અન્વયે અંડર-17 ખો-ખો સ્પર્ધાનો...
28 May 2022 11:09 AM GMTવડોદરા : સ્માર્ટ સીટીના સ્માર્ટ વચનો પોકળ સાબિત થયા, પાણીની લાઇનમાં...
28 May 2022 10:33 AM GMTધર્મ વિરુદ્ધ ટિપ્પણી કે પોસ્ટ કરતા પહેલા ચેતી જજો, ગુજરાત સાયબર સેલ...
28 May 2022 10:25 AM GMT