Connect Gujarat
ગુજરાત

જામનગર: કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ નોંધાયો,આરોગ્ય વિભાગમાં દોડધામ

જામનગરમાં આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે.

X

જામનગરમાં આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.

જામનગરમાં ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયંટનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઉંધા માથે થયું છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયંટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રહેશે. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્રણ દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાના નવા વોરીયંટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ખુબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વેરિયન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જાહેર થયો છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા બેવડાઈ છે.

Next Story