જામનગર: ઓસ્કાર નોમિનેટ ફિલ્મ છેલ્લો શોનો બાળકલાકાર શૂટિંગ પૂર્ણ કરી પહોંચ્યો વતનમાં,જુઓ કેવી રીતે કરાયુ સ્વાગત

જામનગર ક્રિકેટની નગરી કહેવાઈ છે અને નેશનલ લેવલના ક્રિકેટરો આપ્યા છે ત્યારે હવે ફિલ્મ નગરીની ઉપમા મળે તો નવાઈ નહીં.

New Update
જામનગર: ઓસ્કાર નોમિનેટ ફિલ્મ છેલ્લો શોનો બાળકલાકાર શૂટિંગ પૂર્ણ કરી પહોંચ્યો વતનમાં,જુઓ કેવી રીતે કરાયુ સ્વાગત

જામનગર ક્રિકેટની નગરી કહેવાઈ છે અને નેશનલ લેવલના ક્રિકેટરો આપ્યા છે ત્યારે હવે ફિલ્મ નગરીની ઉપમા મળે તો નવાઈ નહીં. જામનગરના વસઇ ગામના બાળ કલાકાર આજે તેની ઓસ્કાર નોમિનેટ ફિલ્મ પૂર્ણ કરી વતન પરત ફરતા ગામલોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

જામનગર દ્વારા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અનેક કલાકારો આપ્યા છે ત્યારે તાજેતરમાં આવનારી ફિલ્મ છેલ્લો શોના બાળ કલાકાર ભાવિન રબારી આજે પોતાના માદરે વતન આવતા ગામ લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.તાજેતરમાં બનેલી ફિલ્મ છેલ્લો શોમાં જામનગરના બાળ કલાકાર ભાવિન રબારી જામનગરના વસઇ ગામના વતની છે.ભાવિન ઓસ્કાર નોમિનેટ છેલ્લો શો ફિલ્મ પૂર્ણ કરી માદરે વતન વસઇ ગામે આવી પહોંચતા વસઇ ગામના આગેવાનો, રબારી સમાજ અને પરિવારજનો દ્વારા ભાવિનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આગેવાનો દ્વારા શાલ ઓઢાડી ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું ભાવિન સાથે ચર્ચા કરતાં તેમણે જણાવ્યુ હતું કે તેની સ્કૂલમાંથી જ ફિલ્મ માટે સિલેકશન થયું હતું અને ફિલ્મના શૂટિંગ માટે જવાનું થયું તેમજ હવે તે આગળનું તેનું ભણતર ફરી શરૂ કરશે.આ ઉપરાંત જો બીજી કોઈ ફિલ્મમાં એક્ટિંગ કરવાનો મોકો મળશે તો ચોક્કસ તે કરશે તેમ જણાવ્યુ હતું

Latest Stories