ઝઘડિયા : ધારોલી ગામે વૃધ્ધની હત્યા કરનાર આરોપી ગણતરીના સમયમાં ઝડપાયો
BY Connect Gujarat14 Sep 2021 11:55 AM GMT

X
Connect Gujarat14 Sep 2021 11:55 AM GMT
ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે ટેકરા ફળીયામા રહેતા ગોકુળ વસાવા નામના ૬૨ વર્ષિય વૃદ્ધને તેમના સામે ઘરે રહેતા મુકેશ વસાવાએ કોઈ કારણોસર માથાના ભાગે લાકડીનો સપાટો મારી દઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ગોકુળભાઈને માથાના ભાગેથી લોહી નીકળતું હોય તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વાલિયા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ભરૃચ સિવિલ હોસ્પીટલ ખાતે અને ભરૂચથી વડોદરા રિફર કરવા જણાવ્યું હતુ.
ભરૂચ સિવિલથી વડોદરા લઇ જતા ગોકુળભાઈનું રસ્તામાં મોત નીપજ્યું હતું. આ બનાવમાં કુસુમબેન વસાવાએ તેના પિતાની હત્યા બદલ મુકેશ વસાવા વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઝઘડિયા પોલીસે હત્યાના આરોપી મુકેશ વસાવાને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story