Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ:12 સંસ્થાઓએ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના નામે 4.60 કરોડની શિષ્યવૃતિ મેળવી કૌભાંડ આચર્યું

X

જુનાગઢ જિલ્લાનો ચકચારી બનાવ

12 સંસ્થાઓ દ્વાર આચરવામાં આવ્યુ કૌભાંડ

વિદ્યાર્થીઓના નામે મેળવી રૂ.4.60 કરોડની શિષ્યવૃતિ

પોલીસે તપાસ શરૂ કરી

જૂનાગઢ જિલ્લામાં 12 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વર્ષ 2014થી 2016 દરમિયાન આચરવામાં આવેલા શિષ્યવૃતિ કૌભાંડમાં અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

જુનાગઢ અનુસૂચિત જાતિના નાયબ નિયામક દ્વારા લે 12 સંસ્થાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ ઉચાપત કરી હોવાની આ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.વર્ષ 2014 15 - અને 15 /16 ના વર્ષમાં ચાર કરોડથી વધુની રકમ ઉચાપત કરી હોવાનું શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે આજે જુનાગઢ નાયબ નિયામક દ્વારા પ્રથમ વખત પ્રતિક્રિયા અપાય હતી.જેમાં તેઓએ કહ્યું હતું કે વડી કચેરીના આદેશ મુજબ સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરી કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે.

Next Story