જૂનાગઢ : 40મી રાજ્યક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ,1115 સાહસિક સ્પર્ધકોએ લીધો ઉત્સાહભેર ભાગ

ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગિરનારમાં 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ......

New Update
  • ગિરનારના ગઢને આંબા યુવાશક્તિની ગર્જના

  • 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ

  • 1115 સાહસિક સ્પર્ધકોએ લીધો ઉત્સાહભેર ભાગ

  • વહેલી સવારે શંખનાદ સાથે સ્પર્ધાનો કરાયો પ્રારંભ

  • સ્પર્ધકોએ કડકડતી ઠંડીમાં ગિરનાર આંબવા દોટ મુકી

જૂનાગઢના ગિરનારને આંબવા માટે યુવાશક્તિએ ગર્જના કરી હતી,40મી ગિરનાર આરોહણ-અવરોહણ રાજ્યક્ષાની સ્પર્ધામાં 1115 સાહસિક સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જૂનાગઢના ગિરનાર આરોહણ-અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધા 40મી સ્પર્ધા તારીખ 4 જાન્યુઆરી 2026 રવિવારની વહેલી સવારે શંખનાદ સાથે શરૂ કરવામાં આવી હતી.જેમાં જુનિયર અને સિનિયર ભાઈઓ-બહેનો મળી ચાર કેટેગરીમાં કુલ 791 ભાઈઓ324 બહેનો મળી 1115 સ્પર્ધકોએ કડકડતી ઠંડીમાં ગિરનાર આંબવા દોટ મુકી હતી.ભવનાથ તળેટીમાં સ્પર્ધકોને ચેસ્ટ નંબર અને ટીશર્ટ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાને લઈને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગિરનારમાં 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુવાઓના જોમ અને જુસ્સાને પડકારતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સવારે 6:45 વાગ્યે પ્રથમ ભાઈઓ તથા બીજા ચરણમાં બહેનોએ દોટ મૂકી હતી.

રાજ્યક્ષાના મંત્રીસામાજિક આગેવાનોવ્યાયામ શિક્ષકો સહિતના મહાનુભવોના હસ્તે ફ્‌લેગ ઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 14થી 35 વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ભાઈઓએ 5500 પગથિયાં- અંબાજી મંદિર સુધી 120 મિનિટ અને બહેનોએ 2200 પગથિયાં-માળી પરબ સુધી 75 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરવાની હતી.

Latest Stories