પરબ વાવડી ગામે બાળક બોરવેલમાં ખાબક્યું
30 ફૂટ ઉંડા બોરવેલમાં ચાર વર્ષીય બાળક ખાબક્યું
ગ્રામનોએ બાળકને હેમખેમ બહાર કાઢવા કરી કવાયત
જેસીબીની મદદથી ખાડો ખોદીને બાળકને હેમખેમ બહાર કાઢ્યું
બાળકને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો
જૂનાગઢ જિલ્લાના ભેંસણના પરબ વાવડી ગામમાં એક 4 વર્ષનું બાળક બોરવેલમાં પડી જતા દોડધામ મચી ગઈ હતી,જે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા બોરવેલમાંથી બાળકને હેમખેમ બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.અને માસુમ બાળક માટે જીવસટોસટ ની સર્જાયેલી પરિસ્થિતિ સામે સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી બોરની બાજુમાં ખાડો કરીને બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કર્યું હતું.અને ભારે જહેમત બાદ બાળકને હેમખેમ બહાર કાઢી બચાવી લેવાયું હતું.આ બનાવની જાણ 108 ઈમરજન્સીની ટીમને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી હતી,અને બાળકને 30 ફૂટ ઉંડા બોરવેલ માંથી બહાર કાઢીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.