Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા વેળા દીપડાએ હુમલો કરતાં કિશોરીનું મોત, પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ

જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની

X

ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન બની દુ:ખદ ઘટના

બોરદેવી નજીક શૌચ ક્રિયા કરવા ગયેલી કિશોરીનું મોત

દીપડાના હુમલામાં કિશોરીનું મોત થતાં પરિવારમાં શોક

જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન બોરદેવી નજીક શૌચ ક્રિયા કરવા ગયેલી કિશોરીને દીપડા ફાડી ખાતા અન્ય પરિક્રમાર્થીઓમાં ભયનો માહોલ છવાયો છે. જુનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન એક દુઃખદ ઘટના બની છે, જ્યાં અમરેલીના રાજુલા પંથકના વિકટર ગામના પરિવારની કિશોરીને દિપડાએ ફાડી ખાધી હતી. સવારે બોરદેવી નજીક કિશોરી શૌચ ક્રિયા કરવા ગઈ હતી, ત્યારે દિપડાએ હુમલો કર્યો હતો. બાદમાં પરિવારજનો દ્વારા દીકરીની શોધખોળ હાથ ધરાય હતી.

પરંતુ અંતે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓએ ભારે જેહમત બાદ કિશોરીના મૃતદેહને શોધી કાઢ્યો હતો. બાદમાં મૃતદેહને પીએમ અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાય હતી. દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજતા પરિવાર પર દુઃખના આભ ફાટી ગયા હતા. ઉપરાંત જુનાગઢ મેયરે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા બનાવને દુઃખદ ગણાવ્યો હતો. તેઓએ જવાબદાર અધિકારીઓને આ મામલે ગંભીરતા લઇ રૂટ પર હિંસક પશુઓને દૂર ખસેડવા સૂચના પણ આપી હોવાનું જણાવ્યું હતું.

Next Story