Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : સ્કૂલ બસના ચાલકે ધો-10માં અભ્યાસ કરતી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ.

કેશોદ શહેરમાં સગીરા પર સ્કૂલ બસના ચાલકે દુષ્કર્મ આચરતાં પોલીસે પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી નરાધમ બસ ચાલકની ધરપકડ કરાઇ

X

કેશોદમાં સગીરા પર સ્કૂલ બસના ચાલકે આચર્યું દુષ્કર્મ

બસ ચાલક વિરુદ્ધ સગીરાની માતાએ નોંધાવી ફરિયાદ

પોલીસે પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ કરી ધરપકડ

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સગીરા પર સ્કૂલ બસના ચાલકે દુષ્કર્મ આચરતાં પોલીસે પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી નરાધમ બસ ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ શહેરની એક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ સગીરા સ્કૂલે જવા માટે સ્કૂલ બસમાં અપડાઉન કરતી હતી. તેવા સંજોગોમાં સ્કૂલ બસ ચલાવતાં ડ્રાઇવર અને સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી નજીક આવ્યા હતા. જોકે, સગીરા સાથે સારો પરિચય કેળવાતા તેનો ફાયદો ઉઠાવી સ્કૂલ બસ ડ્રાઇવરે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

અને સગીરાને જો આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ સગીરાએ તેની માતાને તમામ આપવીતી જણાવતા સગીરાની માતાએ કેશોદ પોલીસ મથકે સ્કૂલ બસના ડ્રાઇવર વિરુદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ગુન્હાની ગંભીરતાને જોઈ કેશોદ પોલીસે સ્કૂલ બસના ચાલક કમલેશ ગોરડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, જેના પર સ્કૂલ સંચાલકો અને સગીરાના વાલીઓએ વિશ્વાસ મુક્યો, તે જ સ્કૂલ બસનો ચાલક સગીરા સાથે દુષકૃત્ય આચરતાં ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.

Next Story