જુનાગઢ : કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં AAPના નેતા ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં જનસભા મળી...

ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું

New Update
જુનાગઢ : કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં AAPના નેતા ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં જનસભા મળી...

કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં યોજાય સભા

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા રહ્યા ઉપસ્થિત

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ઉપર કર્યા આકરા પ્રહારો

હમણાં તમે જાગો, પછી હું તમારા માટે જાગીશ : હીરા જોટવા

જાહેર સભા દરમ્યાન કોંગ્રેસ અને AAP કાર્યકરોની ઉપસ્થિતિ

જુનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાય હતી.

આપના નેતા ગોપાલ ઈટાલીયાએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ભાજપના લોકો એવું કહે છે કે, કોંગ્રેસ અને આપવાળા ભેગા કેમ થયા.! તો મારે તેમને કહેવું છે કે, પાડોશી સાથે નાની મોટી બાબતમાં ઝગડા થતાં હોય પણ પહેલો સગો પાડોશી જ કહેવાય. તેમ અમે બધા પક્ષો લોકશાહી બચાવવા ભેગા થયા છે.

આ સાથે જ ક્ષત્રિય સમાજના વિરોધ છતાં ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ રદ્દ ન કરી. ભાજપના કોઈપણ નેતા મોંઘવારી પર બોલતા નથી. સંવિધાન બચાવવા માટે દરેકે ઇન્ડિયા ગઠબંધનને મત આપવા અપીલ કરવામાં આવી હતી. તો બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હાલ ભાજપ દ્વારા વાહીયાત વાતો કરાય છે કે, જુનાગઢના MP ફોન ન ઉપાડે અથવા જોવા ન મળે તો તેમની સામે જોવાનું નથી.

જુનાગઢ અને વેરાવળમાં GIDC બનાવવાનું કામ કોંગ્રેસ સરકારમાં થયું છે. જો કોંગ્રેસ અને ગઠબંધનની સરકાર આવશે તો ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરાશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આગામી 10 દિવસ તમે મારા માટે જાગો, હું આગામી 5 વર્ષ તમારા માટે જાગીશ.

Latest Stories