જુનાગઢ : કથિત તોડકાંડ મામલે આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરાયો...

તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે

જુનાગઢ : કથિત તોડકાંડ મામલે આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરાયો...
New Update

કથિત તોડકાંડ કેસ મામલે ATSની કડક કાર્યવાહી

ATS દ્વારા આરોપી તરલ ભટ્ટની કરાય હતી ધરપકડ

રિમાન્ડ પૂર્ણ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો

પોલીસે કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી નહીં કરી

સેશન્સ કોર્ટમાં કરીશું જામીન અરજી : તરલ ભટ્ટના વકીલ

જુનાગઢના કથિત તોડકાંડ કેસમાં આરોપીની જ્યુડીસીયલ કસ્ટડી મામલે તરલ ભટ્ટના વકીલે જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવનાર હોવાની પ્રતિક્રિયા આપી હતી. જુનાગઢના કથિત તોડકાંડના આરોપી તરલ ભટ્ટની જુનાગઢ તોડકાંડ કેસમાં ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે. સમગ્ર મામલે ગુજરાત ATSની ટીમ ગત તા. 3જી ફેબ્રુઆરીના રોજ તરલ ભટ્ટને લઈને જુનાગઢ કોર્ટ પહોચી હતી..

જ્યાં તપાસના મુદ્દા માટે તૈયાર કરાયેલી અરજી કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આરોપી તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, ત્યારે આજે તા. 7 ફેબ્રુઆરીએ આરોપી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી નહીં કરાતા આરોપી તરલ ભટ્ટને જ્યુડીસીયલ કસ્ટડી ખાતે મોકલવામાં આવ્યો છે, ત્યારે આરોપી તરલ ભટ્ટના વકીલે જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવનાર હોવાની પ્રતિક્રિયા આપી હતી...

#Gujarat ATS #Gujarat Police #junagadhpolice #તરલ ભટ્ટ #Taral Bhatt Case #જુનાગઢ તોડકાંડ કેસ #જૂનાગઢ તોડકાંડ #કથિત તોડકાંડ #Junagadh Police Todkand #Taral Bhatt Todkand #તોડકાંડ #PI Taral Bhatt
Here are a few more articles:
Read the Next Article