Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : દિવાળી વેકેશનમાં નેચર સફારી પાર્કનું એડવાન્સ બુકીંગ “ફૂલ”, સહેલાણીઓમાં અનેરો ઉત્સાહ...

ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન સહિત મોજ મસ્તીનો લ્હાવો લેવા પ્રવાસીઓ દ્વારા એડ્વાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે

X

હાલ ચાલી રહેલા દિવાળી વેકેશન દરમિયાન જુનાગઢ સ્થિત ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન સહિત મોજ મસ્તીનો લ્હાવો લેવા પ્રવાસીઓ દ્વારા એડ્વાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે.

જુનાગઢ પ્રવાસન ધામ છે. અહીં અનેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક સ્થાનો આવેલ છે. સાથે જ તમામ સ્થળો સાથે જોડાએલ ઇતિહાસને જાણવા, નિહાળવા વેકેશન દરમિયાન બહારના રાજ્યોમાંથી મોટી સંખ્યા લોકો જુનાગઢ આવતા હોય છે, ત્યારે જુનાગઢના દોલતપરા સ્થિત ગિરનાર નેચર સફારી પાર્કમાં તા. 11થી 20 નવેમ્બર સુધી સિંહ દર્શનની તમામ પરીમીટ એડવાન્સ બુકીંગ થઈ જવા પામી છે. જેમાં દરરોજની 8 પરમીટમાં 48 લોકોને ગણતરીમાં લઇએ તો 480 લોકો સિંહ દર્શન નિહાળશે તેવું અધિકારીઓનું માનવું છે. અધિકારીઓનું કહેવું છે કે, જુનાગઢમાં આવેલા ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે દર વર્ષે દિવાળી વેકેશન દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો રહે છે.

Next Story