Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાય, 1 હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો...

જુનાગઢના ગરવા ગિરનાર ખાતે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

જુનાગઢના ગરવા ગિરનાર ખાતે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી અલગ અલગ 20 જિલ્લાના 1 હજારથી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે 38મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાંથી આવેલા 1 હજારથી વધુ સ્પર્ધકોએ હર્ષોલ્લાસ સાથે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા તેમજ અલગ અલગ વિભાગોના સહયોગથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 7 વાગ્યે શરૂ થયેલ આ સ્પર્ધા બપોરના સમયે પૂર્ણ થાય છે, અને ત્યારબાદ વિજેતા સ્પર્ધકોને ઇનામો આપવામાં આવે છે. ગુજરાતના 20 જિલ્લાઓના 1,175 જેટલા સ્પર્ધકોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં 290 જેટલી બહેનો અને 800થી વધુ ભાઈઓએ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ પ્રસંગે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતા પરમાર, જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસીયા, મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story