Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : અંબાજી મંદિર-ગુરુ દત્તાત્રેય શિખર પર ઊમટ્યું ઘોડાપૂર,પર્વત તરફ વળ્યો યાત્રિકોનો પ્રવાહ

ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણ થઈ છે, તેવામાં યાત્રિકોનો પ્રવાહ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે પર્વત તરફ વળ્યો

X

જુનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતા હવે યાત્રિકોનો પ્રવાહ અંબાજી મંદિર અને ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે ગિરનાર પર્વત તરફ વળ્યો છે. હાલ ચાલી રહેલી દિવાળીની રજાઓમાં રાજ્યભરના પર્યટન સ્થળોએ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગિરનાર પર્વત પર ગુરૂ દત્તાત્રેય અને અંબાજીના દર્શને ભાવિકોનો પ્રવાહ વહેલી પરોઢથી જ ઉમટી પડ્યો હતો.

ગિરનારની લીલી પરિક્રમા હવે પૂર્ણ થઈ છે, તેવામાં યાત્રિકોનો પ્રવાહ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે પર્વત તરફ વળ્યો છે. અંબાજી મંદિરથી ગુરુ દત્તાત્રેય સુધીના અંદાજિત દોઢ કિલોમીટરના માર્ગ પર દિવસ દરમિયાન લગભગ 1 લાખથી પણ વધુ ભાવિકો પસાર થયા હતા. જોકે, આટલા બધા યાત્રિકોને સમાવવા માટે ગિરનારની સિડીઓ પણ ટૂંકી પડી હોય તેવું દ્રશ્યમાન થયું હતું.

Next Story