જુનાગઢ : રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી યુવતીને ભોળવી ઢોંગી તાંત્રિકે આચર્યું દુષ્કર્મ..!

New Update
જુનાગઢ : રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી યુવતીને ભોળવી ઢોંગી તાંત્રિકે આચર્યું દુષ્કર્મ..!

કેશોદના મેસવાણ ગામથી સામે આવ્યો અંધશ્રદ્ધાનો કિસ્સો

રૂપિયાનો વરસાદ કરવાની તાંત્રિકે આપી યુવત્તિને લાલચ

યુવતી સાથે તાંત્રિકે દુષ્કર્મ આચરતા પોલીસની કાર્યવાહી

પોલીસે 5 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

જુનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલ મેસવાણ ગામમાંથી અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર આવ્યો હતો. કેટરર્સમાં કામ કરતી યુવતીને તેના મિત્રએ લાલચ આપી હતી કે, તેના સંપર્કમાં એક તાંત્રિક છે. જેની પાસે જવાથી રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવી લાલચમાં ભોળવી હતી. યેનકેન પ્રકારે યુવતી ભોળવાઈ ગઈ અને મિત્ર સાથે ગત તા. 10મીના રોજ ઢોંગી તાંત્રિકને મળી હતી. બાદમાં યુવતીને મેસવાણ ગામથી કાર મારફતે એક ખેતરમાં લઇ જવાઈ, જ્યા તાંત્રિકે વિધિના ઢોંગ કરી યુવતીને એક રૂમમાં જવા કહ્યું હતું. આ વેળાએ અન્ય 3 શખ્સો પણ સામેલ હતા. જે બાદ ઢોંગી તાંત્રિકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

જોકે, ભોગ બનનાર યુવતીએ અંતે મૌન તોડી આ મામલે કેશોદ પોલીસ મથકે સાગર ભુવા, ફૈઝલ પરમાર, વિજય વાઘેલા, નારણ આહીર અને સિકંદર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મ અને ધાકધમકી સહીતની ફરિયાદ કેશોદ પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી. હાલ પોલીસે ગુન્હો નોંધી તમામ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, મેંદરડાના ડેડેડકીયાળ ગામનો સાગર ભુવા છેલ્લા કેટલા સમયથી ઢોંગ કરી રહ્યો હતો, અને કેટલા લોકો તેની કરતૂતના ભોગ પણ બન્યા છે.

Latest Stories