Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : “ટ્રેક ધ ક્રિમિનલ” અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા આરોપીઓને માર્ગદર્શન અપાયું...

જીલ્લા પોલીસ દ્વારા ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન હેઠળ નશાના કારોબારના ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

X

જુનાગઢ જીલ્લા પોલીસ દ્વારા ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન હેઠળ નશાના કારોબારના ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ડ્રગ્સની બદીને દૂર કરવા રાજ્ય પોલીસ દ્વારા ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડ્રગ્સના કેસમાં ઝડપાયેલા આરોપીઓ ફરી તે વ્યવસાયમાં ન જાય તેવો રાજ્ય પોલીસે પ્રયાસ શરૂ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલ ટ્રેક ધ ક્રિમિનલ અભિયાન અંતર્ગત જુનાગઢ જીલ્લા પોલીસ દ્વારા નશાના વિવિધ ગુન્હામાં ઝડપાયેલા આરોપીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જુનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું. નશાના કારોબાર સાથે સંકળાયેલા અને પોલીસ પકડમાં આવેલા આરોપીઓને માર્ગદર્શન અપાયું હતું. ભવિષ્યમાં આવી પ્રવૃત્તિમાં ન જોડાવવા પોલીસે આરોપીઓને વિસ્તૃત સમજ આપી હતી. એટલું જ નહીં, ભવિષ્યમાં નશીલા પદાર્થનું સેવન ન કરવા પણ આરોપીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. નશીલા પદાર્થથી યુવાનોની કારકિર્દી અને જીવન ખરાબ થાય છે, ત્યારે આ તકે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ યુવાનોને નશીલા પદાર્થથી દૂર રહેવા અપીલ કરી હતી.

Next Story