Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભવનાથ વિસ્તારમાં ગાયનું મારણ કરતા 2 સિંહનો LIVE વિડિયો થયો વાઇરલ..!

ભવનાથ વિસ્તારમાં 2 સિંહોએ કર્યું ગાયનું મારણ, મારણની લાઈવ ઘટના જોવા લોકોનું ટોળું એકત્ર.

X

જુનાગઢમાં 2 સિંહોએ જાહેરમાં ગાયનું મારણ કરી જંગલ તરફ લઈ જતા હોવાના દ્રશ્યો કોઈ રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા, ત્યારે મારણની લાઈવ ઘટના જોવા લોકોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. જોકે, હાલ તો આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં રાત્રીના સમયે 2 સિંહો ચડી આવ્યા હતા. બાદમાં ટહેલતા ટહેલતા બંન્ને સિંહોએ થોડે દૂર રોડની સાઈડમાં જાહેરમાં એક ગાયનું મારણ કર્યું હતું, ત્યારે થોડો સમય જાહેરમાં મિજબાની માણ્યા બાદ બંન્ને સિંહો રસ્તા પરથી શિકાર કરેલ ગાયને જંગલ તરફ લઈ ગયા હતા. આ સમયે રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારી સહિત વાહનચાલકો પણ થોડા સમય માટે થંભી ગયા હતા, ત્યારે હાજર લોકોએ સિંહના મિજબાની માણતા લાઈવ દ્રશ્યો નિહાળવાનો લ્હાવો લીધો હતો.

જોકે, અમુક લોકોએ સિંહના લાઈવ મારણના દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. જ્યારે ભવનાથ વિસ્તારમાં સિંહો મારણ કરી રહ્યા હોવાની વાત મહાનગરમાં પ્રસરી જતા મોટી સંખ્યમાં લોકો મિજબાની માણતા સિંહોને જોવા ઉમટી પડ્યા હતા, ત્યારે હાલ તો આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યા છે.

Next Story
Share it