Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ભેસાણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખનો મુખ્યમંત્રીને પત્ર, લખ્યું પદાધિકારીઓના પાપે વિકાસના કામો રૂંધાયા..!

ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.

X

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં વિકાસના કામો જેવા કે, રોડ, રસ્તા અને પાણી સહિતના કામો પદાધિકારીઓની મનમાનીથી પૂર્ણ નહીં થતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામા લોકો માટે સરકાર દ્ધારા અનેક યોજનાઓ ફાળવવામાં આવી છે, અને પહોંચતી પણ થઈ છે. પરંતુ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની મનમાનીથી અહીયા વિકાસ રૂધાયો છે. જેમાં 35 કિલોમીટરનો મુખ્ય ભેસાણ-જુનાગઢ સ્ટેટ હાઈવે જે કામ શરૂ પણ થયું, પરંતુ જિલ્લાના પદાધીકારીઓની મનમાનીથી કામ બંધ કરાયા હોવાને 5 વર્ષ થયા છે. તો બીજી તરફ, જેતપુર-દેવકીગાલોળ હાઈવે 14 વર્ષથી મંજૂર થયો છે. પરંતુ હજૂ સુધી કામ શરૂ થયુ નથી. તેમજ સૌની યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે, અને તેમાં પણ પાણીની લાઈન તૂટે એટલે ભેસાણને 15 દિવસે પીવાનું પાણી મળે છે. ભાજપ પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે, પદાધિકારીઓના પાપે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે. છેલ્લા 30 વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને ભાજપમાં જ કરવાના છીએ. પણ આમાં પદાધિકારીઓની મનમાનીથી ભેસાણ તાલુકાનો વિકાસ રૂધાયો છે. જો, આગામી સમયમાં આ ગંભીર પ્રશ્વનોનું નિરાકરણ નહીં આવે તો દરેક ગામમાં ઘર ઘર સુધી પ્રશ્નોનું વિસ્તરણ કરી સરકાર સુધી પહોચાડવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story