/connect-gujarat/media/post_banners/1bd99f2d2b24898ba638b9a3c4d1b74dc9598d51153eb3332fc97b4d6dab9a94.jpg)
જુનાગઢના વંથલી પાસેના ગાદોઈ ટોલ નાકા પાસે રસ્તો બંધ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે માથાકૂટ સર્જાતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો
જૂનાગઢ કેશોદ હાઇવે પર આવેલા ગાદોઈ ગામે ટોલ નાકા સંચાલકો અને ગાદોઇના ગ્રામજનો વચ્ચે રસ્તો બંધ કરવા મુદ્દે માથાકૂટ સર્જાતા વંથલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી.ગાદોઈ ગામના મુખ્યમાર્ગ પરથી વાહન પસાર થતા ગામ લોકો અને સંચાલકો વચ્ચે ઘર્ષણ
થતા ટોલ નાકાના સંચાલકોએ આવી મહિલા સરપંચના પતિને માર માર્યાનું જણાવ્યું હતું તેમજ પોલીસે પણ ગ્રામજનો સાથે અભદ્ર અને અશોભનીય ભાષામાં વર્તન કર્યાના આક્ષેપો મહિલા સરપંચે કરતા હાલ ચકચાર મચી જવા પામી છે.આ મુદ્દે બને પક્ષો દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.જ્યારે ટોલ નાકાના મેનેજરે પોતાને માર માર્યાની અરજી વંથલી પોલીસમાં આપી હોવાનું જણાવ્યું હતું