જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં કુહાડી વડે થયો હતો ભાવિક પર હુમલો, સાધુના શિષ્યની ધરપકડ...

મહાશિવરાત્રિના મેળામાં થયો હતો જીવલેણ હુમલો રાજકોટના ભાવિકને વાંકાનેરના શખ્સે મારી કુહાડી પોલીસે હુમલાખોરની ધરપકડ સાથે તપાસ હાથ ધરી

New Update
જુનાગઢ : મહાશિવરાત્રી મેળામાં કુહાડી વડે થયો હતો ભાવિક પર હુમલો, સાધુના શિષ્યની ધરપકડ...

જુનાગઢ ખાતે યોજાયેલ મહાશિવરાત્રિના મેળા દરમ્યાન રાજકોટના ભાવિક પર થયેલ જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે વાંકાનેરના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, જુનાગઢ ખાતે ભવનાથની તળેટીમાં યોજાયેલ મહાશિવરાત્રિના ભવ્ય મેળા દરમ્યાન ભાવિક પર કુહાડી વડે હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે.

જેમાં એક શખ્સ દ્વારા કુહાડી વડે જીવલેણ હુમલો કરાતા હાર્દિક પંડ્યા નામનો રાજકોટનો રહેવાસી ઇજા પામ્યો હતો, ત્યારે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, કુહાડીના ઘા માર્યા હોવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર મામલે જુનાગઢ પોલીસે વાંકાનેર રહેતા દિનેશ સારલા નામના શખ્સની અટકાયત કરી હતી.

પોલીસે આ શખ્સની પૂછપરછ કરતાં તે જુનાગઢમાં ધુણા પર બેઠેલા સાધુનો શિષ્ય હોવાનું જણાવ્યુ હતું. હાલ તો પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories