જૂનાગઢ : ખેતીમાં જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી પોષક તત્વોમાં સર્જાઈ ખામી,કૃષિ યુનિવર્સીટી દ્વારા કરાયો સર્વે

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કરાયેલા પરીક્ષણમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.ખેતીની જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમના તત્વોની મોટી ઉણપ જોવા મળી

New Update
Advertisment
  • કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયો સર્વે

  • જમીનના નમૂના લઈને કરાયું પરીક્ષણ

  • પરીક્ષણમાં આવી ચોંકાવનારી માહિતી

  • વધુ પડતા જંતુનાશક બન્યા જોખમરૂપ

  • ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી  

Advertisment

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી વિશે એક સર્વે કરવામાં આવ્યો હતો,જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી.ખેતીમાં વધી રહેલા જંતુનાશકને પરિણામે ખેતરોમાં પોષક તત્વોની ખામી સર્જાઈ રહી હોવાનું કૃષિ નિષ્ણાત જણાવી રહ્યા છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દર 10 વર્ષે જમીનના નમૂના લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે.કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરી દ્વારા તાજેતરમાં કરાયેલા પરીક્ષણમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.ખેતીની જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમના તત્વોની મોટી ઉણપ જોવા મળી છે.ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં જમીનના નમૂના લેવામાં આવ્યા હતા.જેમાં દિવસે દિવસે જમીનમાં જરૂરી પોષક દ્રવ્યોની ઉણપ જોવા મળી હતી.

ખેડૂતો દ્વારા એક કરતા વધુ પાક લેવાના કારણે પણ જમીનમાં પોષક દ્રવ્યો ઓછા થાય છે અને વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે.જેથી જરૂરી દ્રવ્યોનો નાશ થતો હોવાનું કૃષિ નિષ્ણાત જણાવી રહ્યા છે.

Latest Stories