Connect Gujarat
ગુજરાત

જુનાગઢ:કૃષિ યુનિવર્સિટી ખાતેથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ નાબૂદી દોડને લીલી ઝંડી આપી

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી.

X

જૂનાગઢની જનતાએ ઉલ્લાહ સાથે નશાની બદીને ડામવા એક ડગલું દોડ તરફ માંડ્યું છે. જૂનાગઢ પોલીસની અથાગ મહેનત અને સારી કામગીરીને બિરદાવા રન ફોર જૂનાગઢમાં હજારો લોકો જોડાયા હતા.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ વિરોધી લડાઈની શરૂઆત માટે આપ સૌની મદદ માગવા આવ્યો છું. ગુજરાતની પોલીસ જનતા સાથે મળીને ડ્રગ્સ સામે જંગ લડી રહી છે તેમાં જીત ગુજરાતની થવાની છે. વિવિધ દેશોએ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરી તેને ગુજરાત પોલીસે નાકામયાબ કરી છે. માત્ર 2 વર્ષમાં 1364 લોકોને ડ્રગ્સ વેચતા પકડ્યા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી યુવોનોનું ભવિષ્ય ગુજરાત પોલીસે બચાવ્યું છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે જુનાગઢ પોલીસની ત્રણ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. જેમાં સાવજ સર્વેલન્સ એપ્લિકેશન કે જેમાં 3900 થી વધુ આરોપીઓને ટ્રેક કરવા માટેની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં આરોપીના ઘરનો ફોટો આરોપીનો ફોટો અને તેમનું લાઈવ લોકેશન જોઈ શકાય તે રીતની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ જૂનાગઢ જિલ્લાના સિનિયર સિટીઝનોની સલામતી માટે દાદા દાદીના દોસ્ત નામની એપ્લિકેશન અને પોલીસના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ડિજિટલ ડીટોક્સ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી.

Next Story