જૂનાગઢ: ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી વક્તાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

જૂનાગઢમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વક્તાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. દામોદર કુંડનો વિકાસ ન થતા તેઓએ મહાનગરપાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો પર પણ કર્યા હતા.

New Update
 
જૂનાગઢના જોશીપુરામાં આયોજન
શ્રી મદ ભાગવત કથાનું આયોજન કરાયું
વક્તાએ મનોજ શાસ્ત્રીના ભાજપ પર પ્રહાર
દામોદર કુંડનો વિકાસ ન થતા સત્તાપક્ષ પર પ્રહાર કર્યા
વિકાસ માટે આવતા રૂપિયા સગેવગે કર્યા હોવાના આક્ષેપ
 
જૂનાગઢમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વક્તાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. દામોદર કુંડનો વિકાસ ન થતા તેઓએ મહાનગરપાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો પર પણ કર્યા હતા.

જૂનાગઢમાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વકતાએ  ભાજપ પર શાબ્દિક પ્રહારો.કર્યા હતા.જૂનાગઢના જોશીપુરામાં યોજાયેલ ભાગવત કથાના છેલ્લા દિવસે મનોજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી દામોદર કુંડની દુર્દશા મુદ્દે  આકરા સત્તાપક્ષ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભાજપનું શાસન હોવા છતાં દામોદર કુંડનો વિકાસ થયો નથી.ભગવાન શ્રીકૃષ્ણ 52 વખત જુનાગઢ દામોદર કુંડ આવ્યા હતા. દામોદર કુંડના વિકાસ માટે આવતા પૈસા સગેવગે થયાના શાસ્ત્રીજીએ  આક્ષેપ કર્યા હતા અને જૂનાગઢ મનપા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી કરી પ્રાર્થના કરી હતી

Latest Stories