જુનાગઢ:કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પિતરાઈ ભાઈએ બહેનને છરીના ૧૮ ઘા ઝીંક્યા, બહેન સારવાર હેઠળ

જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ:કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પિતરાઈ ભાઈએ બહેનને છરીના ૧૮ ઘા ઝીંક્યા, બહેન સારવાર હેઠળ
New Update

જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. એક તરફી પ્રેમમાં પાગલ પિતરાઈ ભાઈએ બહેનને છરીના ઘા ૧૮ ઝીંક્યા હોવાનો મામલો બહાર આવ્યો છે.

જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવતી પર હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કર્યો હતો. ઘાયલ યુવતી હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી યુવક સાસણનો રહેવાસી છે. આરોપી સાસણથી કેશોદ આવી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને લગ્ન માટે બોલાચાલી કરી હતી અને બાદમાં યુવતીને 18 જેટલા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. જેથી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Keshod #sister #Knife Attack #stabbed #OnesidedLover
Here are a few more articles:
Read the Next Article