જૂનાગઢ : કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયીમાં સંતાનો અને પતિનાં મોત બાદ પત્નીએ એસિડ ગટગટાવી મોતને વહાલું કર્યું...

જૂનાગઢ : કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયીમાં સંતાનો અને પતિનાં મોત બાદ પત્નીએ  એસિડ ગટગટાવી મોતને વહાલું કર્યું...
New Update

જૂનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં જર્જરિત ઈમારત ધરાશાયી થવાના કારણે એક જ પરિવારના ત્રણ લોકો સહિત કુલ ચારનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં બે પુત્રો અને પતિનું મોત નીપજતા આઘાતમાં પત્નીએ એસિડ ગટગટાવી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

જે બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થતાં હસતો રમતો પરિવાર વિખેરાયો હતો. ન્યાયની માંગ સાથે આઘાતમાં પરિણીતાએ પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. 

જૂનાગઢ શહેરમાં રહેતા સંજયભાઈ ડાભી સોમવારે બપોરના સમયે રિક્ષામાં પોતાના પુત્ર દક્ષ અને તરુણ સાથે શાકભાજી લેવા માટે ગયા હતા. પિતા-પુત્રો જ્યારે કડિયાવાડ વિસ્તારમાં રિક્ષા લઈને પહોંચ્યા ત્યારે જ જર્જરિત ઈમારતનો કાટમાળ રિક્ષા પર પડતા ત્રણેય દટાઈ ગયા હતા અને બાદમાં શોધખોળમાં પિતા-પુત્રોના મૃતદેહ મળી આવતા ડાભી પરિવાર પર આભ ફાટ્યું હતું.

#Junagadh #Wall Collapsed
Here are a few more articles:
Read the Next Article