જુનાગઢ : કેશોદના કોલેજ રોડ પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 લોકો ઘાયલ..!

કેશોદના કોલેજ રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત, એસટી. બસ, કાર, બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડાયા.

New Update
જુનાગઢ : કેશોદના કોલેજ રોડ પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, 7 લોકો ઘાયલ..!

જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરના કોલેજ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાતા 7 લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, જુનાગઢના કેશોદ શહેરના કોલેજ રોડ પર આજરોજ વહેલી સવારે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7 જેટલા લોકો ઘાયલ થયા હતા. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જોકે, આ દુર્ઘટના કોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ, ત્રિપલ અકસ્માતના બનાવના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.