જુનાગઢ : ‘હેલ્થ પ્લસ’ હોસ્પિટલમાં સિઝેરિયન બાદ 5થી વધુ પ્રસૂતાની કિડની ફેલ, એક મહિલાનું મોત...

ખાનગી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી 5થી વધુ પ્રસૂતાનું સિઝેરિયન કર્યા બાદ તેઓની કિડની ફેલ થઇ જવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

જુનાગઢ : ‘હેલ્થ પ્લસ’ હોસ્પિટલમાં સિઝેરિયન બાદ 5થી વધુ પ્રસૂતાની કિડની ફેલ, એક મહિલાનું મોત...
New Update

જુનાગઢ શહેરમાં ખાનગી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી 5થી વધુ પ્રસૂતાનું સિઝેરિયન કર્યા બાદ તેઓની કિડની ફેલ થઇ જવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, જુનાગઢ શહેરના બસ સ્ટેશન નજીક ચાલતી ટ્રસ્ટ સંચાલિત ‘હેલ્થ પ્લસ’ નામની ખાનગી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી 5થી વધુ પ્રસૂતાનું સિઝેરિયન કર્યા બાદ ગણતરીના કલાકોમાં તેઓની કિડની ફેલ થઇ જવાની ઘટના બની છે. આ દર્દીઓમાંથી 3 પ્રસૂતાના પરિજનો ન્યાય મેળવવા માટે ભટકી રહ્યા છે. મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે PMJY યોજનાનો લાભ મળે તે માટે હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયા હતા. તમામ નજીકના દિવસોમાં દાખલ થયા હતા, અને ફરિયાદ પણ એક સરખી હતી. તેઓના રિપોર્ટ જોતા સિરમક્રિએટીનાઇન સતત વધવા લાગ્યું. ત્યારબાદ એક પછી એકને કે.જે.મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડી ડાયાલિસિસ શરૂ કરવું પડ્યું છે, જે આજદિન સુધી ચાલુ છે. આ તમામ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ હોસ્પિટલના વેઇટિંગમાં છે. જે પૈકી એક મહિલાનું તો સારવાર દરમ્યાન મોત પણ થઇ ચૂક્યું છે. મહિલાઓને જ્યારે દાખલ કરાય પછીના બધા જ પ્રથમ રિપોર્ટ નોર્મલ હતા. પરંતુ સિઝેરિયન કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ આ બધાનું સિરમક્રિએટીનાઇન વધવા લાગ્યું, લિવર ઉપર સોજો આવ્યો, અને ક્રિટિકલ સ્થિતિમાં બીજે દાખલ કરવા પડ્યા હતા. તો બીજી તરફ, હોસ્પિટલના સંચાલકોનો સંપર્ક કરી પ્રસૂતાઓના પ્રાઈજનોએ ન્યાય માગ્યો છે. તેમનું કહેવું છે કે, આવી 5 ઘટના બની છે. આ થવા પાછળનું કારણ દર્દીઓને જે બોટલ ચઢાવ્યા તેમાં ટોક્સિન હતું. આ સાથે જ બોટલ બનાવતી કંપની અને કલેક્ટર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગને દર્દીઓની તમામ વિગતો પણ આપવામાં આવી છે.જુનાગઢ : ‘હેલ્થ પ્લસ’ હોસ્પિટલમાં સિઝેરિયન બાદ 5થી વધુ પ્રસૂતાની કિડની ફેલ, એક મહિલાનું મોત...

#Gujarat #CGNews #Junagadh #-kidney failure #Health Plus hospital #deliveries #one woman died
Here are a few more articles:
Read the Next Article