Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: ઉપરકોટ કિલ્લા ખાતે પ્રથમ વખત કરાયું પતંગ ઉત્સવનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલા ખાતે મકરસંક્રાંતિની ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરાઈ

X

જૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે પતંગઉત્સવ

ઉપરકોટ કિલ્લા ખાતે પ્રથમ વખત કરાયું પતંગ ઉત્સવનું આયોજન

મોટી સંખ્યામાં પતંગ રસિકો જોડાયા

મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું આયોજન

ગરબાના તાલે પતંગ મહોત્સવની ઉજવણી

જૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે પતંગઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજે દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલા ખાતે ઉમંગ અને ઉલ્લાસપૂર્વક આ પર્વની ઉજવણી કરાઈ હતી.મનપા દ્વારા આયોજિત પતંગ ઉત્સવમાં પતંગ રસીકોએ મનભરીને પતંગ ચગાવી હતી.

સંગીતના તાલે અને "એ કાપ્યો છે" ના નાદ સાથે ઉપરકોટના કિલ્લા ખાતે એક અનેરો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પણ પતંગ ચગાવી હતી.સંજય કોરડીયાએ નગરજનોને મકરસંક્રાંતિના પર્વની શુભેચ્છા પાઠવી હતી.પતંગ ચગાવ્યા બાદ નગરજનો સાથે ગરબાના તાલે ઘૂમતા પણ ઉપરકોટ કિલ્લા ખાતે જોવા મળ્યા હતા.

Next Story