/connect-gujarat/media/post_banners/a2012d2c1ac7cdd38008dde52460b953c8c38aaa5b286402d712095f448cbac4.jpg)
જૂનાગઢનાં સક્કરબાગ ઝૂ ખાતે રાખવામાં આવેલ સિંહ- સિંહણ એક જ પાંજરામાં લડાઈ કરતા પ્રવાસીએ કેમેરામાં કેદ થયા છે. સિંહ- સિંહણની લડાઈનો અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગીર જંગલમાં વસતા સિંહ અને સિંહણના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે પરંતુ આપ જે વિડિયો જોઈ રહ્યા છો તે છે જુનાગઢ પ્રાણીસંગ્રહાલય સક્કરબાગનો. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા એક પ્રવાસી મિલન દાણીધાણિયાએ પોતાના કેમેરામાં સિંહ-સિંહણની લડાઈનાં અદભુત દ્રશ્યો કેદ કરી લીધા હતા,
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. 36 સેકન્ડનો વિડીયો અદભુત દેખાઈ રહ્યો છે અને પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ સિંહ સીહણની લડાઈ મન ભરીને માણી હતી. એકબીજા પર હાવી થવા માટે બન્ને સામ-સામે ત્રાડો પાડીને આખું પ્રાણી સંગ્રહાલય ગુંજવી દીધું હતું. મેટિંગ દરમિયાન સિંહ સિંહણની આવી ક્રિયાઓ સાહજિક હોવાનું ઝુ ના ફોરેસ્ટર જણાવી રહ્યા છે.
/connect-gujarat/media/media_files/2025/07/16/ank-2025-07-16-21-25-30.jpg)