જુનાગઢ : ગિરનારની તળેટીએ માનવ મહેરામણ ઊમટ્યું, ભવનાથ મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય થયા...

જુનાગઢના ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.

New Update
જુનાગઢ : ગિરનારની તળેટીએ માનવ મહેરામણ ઊમટ્યું, ભવનાથ મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય થયા...

જુનાગઢના ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. આ સાથે જ ગિરનાર પર્વત પર માઁ અંબાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

જુનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં ભવનાથ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જોકે, ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળાનો અંતિમ દિવસ હોવાથી અહી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. લાખોની સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ભવનાથ મહાદેવના દર્શનાર્થે આવી પહોચ્યા હતા, ત્યારે મધ્યરાત્રિએ મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ સાથે જ ગિરનાર પર્વત ઉપર પણ માનવ મહેરામણ ઊમટ્યું હતું. એક તરફ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાને લઈને લોકોની ભીડ જામી છે. તો બીજી તરફ ગિરનાર પર્વત પર માઁ અંબાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોચ્યા હતા.