જુનાગઢ : માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત અન્ય 2 લોકોએ ટેકનીકલ વર્કરને ઢીબેડી નાંખ્યો..!

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટેકનીકલ વર્કરને માર મારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

New Update
જુનાગઢ : માંગરોળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત અન્ય 2 લોકોએ ટેકનીકલ વર્કરને ઢીબેડી નાંખ્યો..!

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટેકનીકલ વર્કરને તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ સાથે અન્ય 2 લોકોએ માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટેકનીકલ વર્કરને માર મારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે, તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ સાથે અન્ય 2 લોકોએ માર માર્યો હોવાનો ફરિયાદીએ આક્ષેપ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખને ખાનગી કાગળ ટાઇપ કરવાની ટેકનીકલ વર્કરે ના કહેતા માર મારવામાં આવ્યો હોવાની વાત વહેતી થઈ છે, ત્યારે એટ્રોસીટી એક્ટ હેઠળ માંગરોળ તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ સહિત અન્ય 2 શખ્સો વિરુદ્ધ પોલીસે ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Latest Stories