જુનાગઢ:માંગરોળમાં મદ્રેસાના ત્રણ બાળકો પર મૌલાના અને ટ્રસ્ટીનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બંનેની ધરપકડ

માંગરોળની એક મદ્રેશાના બાળક પર સુસ્ટી વિરૂધ્ધનું ક્રૂત્ય આચરતા ઉસ્તાદ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી બે લોકોની ધરપકડ કરી હતી.

New Update
જુનાગઢ:માંગરોળમાં મદ્રેસાના ત્રણ બાળકો પર મૌલાના અને ટ્રસ્ટીનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બંનેની ધરપકડ

જુનાગઢના માંગરોળની એક મદ્રેશાના બાળક પર સુસ્ટી વિરૂધ્ધનું ક્રૂત્ય આચરતા ઉસ્તાદ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી બે લોકોની ધરપકડ કરી હતી.

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં કાશીફુલ ઉલ્લુમ એજ્યુકેશન ટ્રસ્ટ મદ્રેસાના મૌલાના અબ્બાસ સમેજા અને ટ્રસ્ટીએ મુફ્તી સાહેબ દાઉદ ફકીરાએ સંસ્થાનાં 3થી બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું બહાર આવતા માંગરોળ પંથકમાં હડકંપ મચી ગયો છે. વીસેક દિવસ પહેલા રાત્રિના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં સંસ્થામાં અભ્યાસ કરતા બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ શનિવારની સાંજે માંગરોળ પોલીસમાં નોંધાઇ છે. આ ફરિયાદના આધારે મહિલા પીએસઆઇ એસ.એ.ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. મદ્રેસાના મૌલાના અને ટ્રસ્ટી છેલ્લા 6 માસથી ધાક ધમકી આપીને બાળકો પર કૃત્ય આચરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ બંનેએ ત્રણ જેટલા બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે. તપાસનીશ સીપીઆઈ એસ. આઇ. મઘરાએ જણાવ્યું હતું કે, માંગરોળમાં વેરાવળ રોડ પર આવેલ મદ્રેસા સંલગ્ન ઈંગ્લીશ મિડિયમ સીબીએસસી સ્કુલ પણ છે. આ બંને ઇસમો બાળકોને ધમકી આપીને પોતાની મુરાદ પાર પાડતા હતા. હાલ ત્રણ બાળકો ઉપર હેવાનિયત આચરી હોવાનું સામે આવ્યું છે. બંનેની તાત્કાલિક તપાસ હાથ ધરીને ધરપકડ કરી લેવામાં આવી છે.

Latest Stories