Connect Gujarat
ગુજરાત

જુનાગઢ: દરિયાઈ સુરક્ષા મજબુત કરવા મેગા કોસ્ટલ એક્સરસાઇઝ, SPએ પેરા ગ્લાઇડિંગની મદદથી સરહદ વિસ્તારનું કર્યું નિરીક્ષણ

એસપી હર્ષદ મહેતાએ પેરા ગ્લાઇંડિંગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ ડ્રોન કેમેરા મારફતે દરિયાઈ સરહદની સુરક્ષા નિરીક્ષણ કર્યું

X

જૂનાગઢ જિલ્લામાં સોમવારે દરિયાઈ સુરક્ષા મજબુત કરવા મેગા કોસ્ટલ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં સોમવારે દરિયાઈ સુરક્ષા મજબુત કરવા મેગા કોસ્ટલ એક્સરસાઇઝ કરવામાં આવી હતી. જુનાગઢ જીલ્લો 40 કિલોમીટર જેટલો વિશાળ દરિયો ધરાવે છે. આ દરિયાઈ માર્ગે કોઈ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા ઉપરાંત દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એસપી હર્ષદ મહેતાએ પેરા ગ્લાઇંડિંગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ બોટ પેટ્રોલિંગ ડ્રોન કેમેરા મારફતે દરિયાઈ સરહદની સુરક્ષા નિરીક્ષણ કર્યું હતું. જેમાં ડીવાયએસપી,એસઓજી, બીડીડીએસ શાખા, પીઆઈ 4, પીએસઆઇ 17 એએસઆઈ 5, હેડ કોસ્ટેબલ 28, કોન્સ્ટેબલ 110, એસઆરડી 72, જીઆરડી 189 મળી કુલ 426 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ફૂટ પેટ્રોલિંગની 10 ટીમ દ્વારા દરિયાઈ કિનારાની તપાસ કરી હતી. કવાયત દરમિયાન જિલ્લાના 13 લેન્ડિંગ પોઇન્ટની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી.

Next Story